e-KYC થયેલ હોય તેવા કાર્ડધારકોને તા;૩૧/૦૭ સુધી અનાજનું વિતરણ કરવામાં આવશે
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ નોંધાયેલ પરિવારો રેશન જથ્થાથી વંચિત ન રહે અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો લાભ મળી રહે તે માટે તેમજ હાલની વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઇ વાજબી ભાવની દુકાન ઉપરથી જે લાભાર્થી કાર્ડધારકોનું e-KYC થયેલ હોય તેવા કાર્ડધારકોના બાયોમેટ્રીક થી અનાજનું વિતરણ થઇ શકે તે માટે માહે જુલાઇ-૨૦૨૫ તથા ઓગસ્ટ-૨૦૨૫ના વિતરણની તારીખ ૩૧/૦૭/૨૦૨૫ સુધી લંબાવી આપવામાં આવેલ છે. જેથી સદરહું જથ્થો મેળવવામાં બાકી રહેલ તમામ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં જથ્થો મેળવી લેવા અનુરોધ છે.