ભુજથી અબડાસાને જોડતો મુખ્ય માર્ગ પર ભવાનીપર ગામે આવેલ પુલીયાની હાલત બિસ્માર

ભુજથી અબડાસાને જોડતો મુખ્ય માર્ગ પર ભવાનીપર ગામે આવેલ પુલીયાની હાલત વર્ષોથી ખરાબ છે, ગંભીરા બ્રીજની ઘટના ને ધ્યાને લઈ પુલ બંધ કરી દેવામા આવ્યુ છે, પણ વર્ષોથી ખસતા હાલતમા પડેલ પુલીયો ક્યારે નવો બનસે એ મોટો પ્રશ્ન છે..?
ભારે વાહનો બંધ હોવાથી ધંધા રોજગાર મા પણ અબડાસા ના લોકોને ઘણુ નુકસાન થાય છે. સાથે હાલાકી ભોગવવી પડે છે,
તંત્ર દ્વારા ભારે વાહનો માટે પુલ બંધ કરી દેવાતા એસટી બસોનુ રુટ બદલી ગયુ છે. જેના કારણે એસ ટી બસોને ૧૦ થી ૧૫ કિલોમીટર ના ફેરા પડે છે. અને બસો મોડી આવે છે જેના કારણે નલીયા થી ૧૦૦ કિલોમીટર ભુજ આવતા લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે!
સરકાર અને તંત્રની ઊંઘ ત્યારે ખુલે છે જ્યારે રાજ્યમા કોઈ મોટી દૂરઘટના બને અને લોકો મૌતને ભેટે છૅ ત્યારે ,
બહુજન આર્મી ના સંસ્થાપક લખનભાઈ ધુવા દ્વારા તંત્ર પાસે માંગ છે. કે 3 ભુજ ને અબડાસાથી જોડતા મુખ્ય માર્ગ ભવાનીપરના પુલીયાનુ કામ યુદ્ધના ધોરણે સરુ કરવામા આવે

લખન ધુવા
સંસ્થાપક બહુજન આર્મી