“કચ્છ નહી દેખાતો કુછ નહી દેખા” પરંતુ હાલ કચ્છને લાગી નજર


કચ્છ નહી દેખાતો કુછ નહી દેખા
આ શબ્દો હતા ફિલ્મી એકટર અમિતાભ બચ્ચન સાહેબ ના
પણ હાલ કચ્છ ને કોઈ ની બુરી નજર લાગી હોય એવુ લાગી રહ્યું છે કચ્છ જિલ્લા નો ભુજ જેને મીની મુબઇ તરીકે પણ ઓળખાય છે પણ હાલ સોશિયલ મીડિયા પર ભુજ નગરપાલિકા કયાં દાદાગીરી તો કયાં બેદરકારી સામે આવ્યા કરે છે એવામાં જ
ભુજ નું વોર્ડ નંબર 3 સમસ્યાના એપી સેન્ટર તરીકે પ્રખ્યાત થાય તો નવાઈ નહીં.
ભુજ શહેરના વોર્ડ નંબર બે અને ત્રણ ની અનેકવિધ સમસ્યાઓ નગરપાલિકાને લગતી અનેકવિધ ફરિયાદો છતાં પણ એકના એક કર્મચારીઓના તાબામાં વર્ષોથી આ વોર્ડ સોપાયેલો હોવાના કારણે કેટલીક સમસ્યાઓ વધુ વકરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે છેલ્લા બે દિવસમાં લોકોની મુલાકાત કરતા જાણવા મળે છે કે લોકો નગરપાલિકાના કર્મચારીઓને ફરિયાદો કરે છે ત્યારે સ્થાનિક એ કર્મચારીઓ વાહનો ન હોવાનું સાધનો ન હોવાનું સ્ટાફ ન હોવાનું રટણ રડતા હોય છે અને એ જ કર્મચારીઓ નગરપાલિકાના કોઈ નગરસેવક કે કોઈ માલલેતજાર વ્યક્તિ માત્ર ફોન કરે છે ત્યારે એમના ઘરની સફાઈ પણ કરવા માટે પહોંચી જાય છે નગરપાલિકાના અધિકારીઓના તાબામાં નહીં પરંતુ કોન્ટ્રાક્ટરના તાબામાં કામ કરતા આ કર્મચારીઓ આ વોર્ડનું ક્યારે પણ ભલું ઈચ્છતા હોય એવું દેખાતું નથી સામાન્ય રીતે રોડ ઉપર પડેલો પથ્થર એક વ્યક્તિ હટાવી નાખે છે પરંતુ અનેક પથ્થર અને અનેક રીતે પડેલી માટી દિવસો સુધી હટાવવામાં ના આવે તો શું કરવું આજે શહેરના વોર્ડ નંબર ત્રણમાં ભૂતેશ્વર વિસ્તારમાં અલફલાહ કોલોની પાસે ગટરની લાઈન બેસી ગઈ છે આ ગટરની લાઈન 2024 / 25 માં લગભગ આ ત્રીજી વખત બેઠી છે અને દરેક વખતે સ્થાનીકે જ્યારે કામ ચાલુ હોય ત્યારે કોન્ટ્રાક્ટર અને જવાબદાર કર્મચારી તો લગભગ હોતા જ નથી પરંતુ જો હોય તો એમને ચેમ્બર ટુ ચેમ્બર કામ કરવા માટે વિનંતી કરેલ હોવા છતાં એ લોકો માત્ર એ જ પાઇપ બદલાવે છે જે પાઇપ બેસી ગયું હોય જેથી કરીને થોડા સમય પછી બીજું પાઇપ બેસે ત્યારે ફરી પાછું ત્યાં કામ કરી શકાય રોડ ખોદી શકાય રસ્તા તોડી શકાય લોકોને હાલાકી માં નાખી શકાય અને આ પાણી બીજી જગ્યાએથી મસ્જિદો અને પ્રાથમિક શાળાઓ પાસેથી પસાર થાય ત્યારે જો આંદોલન કરીએ તો પોલીસને મોકલાવીને આંદોલનને દબાવી નાખવા માટે પ્રયત્ન કરવામાં આવે દાદુ પીર રોડ શેખ પડ્યા બાપા દયાળુ નગર આ વિસ્તારની અનેક ફરિયાદો છતાં પણ પ્રશાસન ત્યાં પહોંચતું નથી સોનાપુરી સ્મશાન ની બાજુમાંથી ગટરનું પાણી પસાર થાય છે અને ત્યાં જ કચરાના ઢગલાઓ પડેલા છે હવે નગરપાલિકાના જવાબદાર કર્મચારીને કહીએ તો એ કહે છે ગટરનું પાણી નીકળે છે એટલે ત્યાંથી કચરા ઉપડી શકે એમ નથી આવી બધી સમસ્યાઓ અને આનું નિરાકરણ જો કોઈ જવાબદાર વ્યક્તિ કે સંવેદનશીલ વ્યક્તિના હાથમાં જવાબદારી આપવામાં આવે તો જ એ કરાવી શકે છે અન્યથા હોતા હૈ ચલતા હૈ નીતિ ઉપરથી નીચે સુધી સ્વીકારી લેવામાં આવી છે અને એનો અમલીકરણ ભુજ શહેરના વોર્ડ નંબર ત્રણમાં થઈ રહ્યું છે કેટલાક લોકો તો ફરિયાદ કરવાની હિંમત પણ કરતા નથી કારણ કે જવાબો જ એવા મળે છે કે પોતાની ઓફિસ કે જ્યાં પોતે દિવસમાં ત્રણ વખત બેસતા હોય એ ઓફિસની બાજુમાં આવેલા વરસાદી પાણીના નાલામાં તણાઈને આવેલો કચરો ફસાઈ ગયો હોય અને સવારે બે કર્મચારીઓને લગાડીને કચરો પણ ન હટાવી શકતા હોય એવા કર્મચારીઓ વોર્ડ પ્રત્યે કેટલા સંવેદનશીલ અને જવાબદાર હશે તે પ્રશ્ન સ્થાનિક લોકો પૂછી રહ્યા છે આ સમસ્યાઓનો નિકાલ આવે તેવું લોકો ઈ રહ્યા છે અન્યથા મોટી જન આંદોલન કરવાની ફરજ પડશે તેઓ ગણગણાટ પણ લોકોમાં થઈ રહ્યો છે