ભુજ-મુન્દ્રા રસ્તા પર આવેલ બાબીયા બ્રિજ તેમજ બાવા બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છના વંચાણ-૧વાળા પત્રની વિગતે ભુજ-મુન્દ્રા રસ્તા પર ચે.૩૦/૦ થી ૩૧/૦ વચ્ચે ૮૪.૦ મી. લંબાઈનો બાબીયા બ્રિજ તથા ચે.૪૦/૦ થી ૪૧/૦ વચ્ચે ૧૪૪.૦ મી. લંબાઈનો બાવા બ્રિજ આવેલ છે જે બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકથી, પશ્ચિમ કચ્છ-ભુજની કચેરીના વંચાણ-ર તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, મુંદરાના વંચાણ-૩વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ છે. જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવી જરૂરી જણાય છે.

જેથી હું આનંદ પટેલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, તા. ૧૨/૧૦/૨૦૨૫ સુધીના સમયગાળા માટે નીચે અનુસૂચિમાં જણાવેલ બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવા હુકમ કરુ છું.

આ હુકમની અંદર ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે મુજબનો

રહેશે. અનુસૂચિ:-

ભુજ-મુનત્રા રસ્તા પર ચે.૩૦/૦ થી ૩૧/૦ વચ્ચે ૮૪.૦ મી. લંબાઈનો બાબીયા બ્રિજ તથા ચે.૪૦/૦ થી ૪૧/૦ વચ્ચે ૧૪૪.૦ મી. લંબાઈના બરાયા બ્રિજ પરથી ભારે વાહનો અવર-જવર

કરી શકશે નહી.

વૈકલ્પિક માર્ગ/રસ્તાની વિગત:-

ભુજ-માંડવી રસ્તા પર સુખપર ત્રણ રસ્તાથી ધુણઈ થી કોડાય પુલથી બિદડા થી પ્રાગપર ચોકડીવાળા રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.

આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસના અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છ તથા પોલિસ ખાતાએ ઉક્ત મુજબના રસ્તાઓ પરના જાહેર સ્થળોએ તમામ લોકોને વ્યવસ્થિત દેખાય અને વંચાય એ રીતે ડીસ્પ્લે બોર્ડ રાખી કરવાની રહેશે તેમજ જાહેરનામાના ચુસ્ત અમલ માટે સબંધિત રસ્તાઓ. પર હાજર રહી અમલ કરાવવાનો રહેશે.

આજરોજ તા. ૧૧/૦૭/૨૦૨૫ ના સહી તથા સિક્કો કરી આ જાહેરનામું બહાર પાડયુ.