આધાર પુરાવા વગરના કોપર વાયરો સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પો.કોન્સ. લાખાભાઈ રબારીનાઓ દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા શક્તિસિંહ ગઢવીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, હકીમ માઠીણાભાઈ જત રહે.મોરગરવાંઢ તા. લખપત વાળો તેના મળતીયા સાથે મળી પવનચક્કીના કેબલ કાપી અને તે કેબલ સાથે હાલે મોરગઢ ગામ થી દયાપર તરફ જતા કાચા રસ્તા વચ્ચે આવતી નદીની બાજુમાં બાવળોની ઝાડીમાં હાજર છે અને તે પવન ચક્કીના કેબલ વાયરો સગેવગે કરવાની ફીરાકમાં છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) હકીમભાઇ માઠીણાભાઈ જત રહે. મોરગર તા. લખપત (૨) અહેશાનભાઇ શોભાભાઇ જત રહે. ઓડીવાંઢ તા. લખપત તથા (૩) વસાયાભાઇ ઇબ્રાહીમભાઇ જત રહે. ઓડીવાંઢ તા. લખપત વાળોઓ મળી આવેલ અને તેમની પાસેથી કેબલ વાયરો તથા બેટરી વાળુ કટર મળી આવેલ જે બાબતે મજકુર ઇસમો પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા ન હોય જેથી આ વાયરો કયા થી લાવેલ તે બાબતે મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જણાવેલ કે આ વાયરો આજથી બે- ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે અમે ત્રણેય ભેગા મળી મોરગર ગામથી લાખાપર વચ્ચે સીમમાં આવેલ આઇનોક્ષ કંપનીની પવનચક્કી માંથી નીચેના ભાગે રહેલ અર્થીગ કેબલ કાપી સીમમાં સતાળેલ હતો અને આજે તે વાયર પર રહેલ રબડ દુર કરી કટીગ કરવા ભેગા થયેલ હતા અને આ કટર જે અમે પવનચક્કીના વાયર કાપવા માટે તેમજ તેનું રબડ ઉતારવા માટે ઉપયોગ કરતા હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોએ આ સિવાય અન્ય કોઇ ચોરી કરેલ છે કે કેમ તે બાબતે પુછપરછ કરતા જણાવેલ કે (૧) આજથી આશરે ૨૦

થી ૨૫ દિવસ પહેલા અમે ત્રણેય ભેગા મળી વીરાણી થી લાખપર વચ્ચે સીમમાં આવેલ આઈનોક્ષ કંપનીની પવનચકકી માંથી અર્થીગ કેબલ કાપી સીમમાં સતાળેલ હતો તથા (૨) આજથી આશરે ૧૫ થી ૨૦ દિવસ પહેલા અમે ત્રણેય ભેગા મળી ઓડીવાંઢ થી દયાપર વચ્ચે સીમમાં આવેલ આઇનોક્ષ કંપનીની પવનચકકી માંથી અર્થીગ કેબલ કાપી સીમમાં સતાળેલ હતો. અને બન્ને પવનચક્કી માંથી ચોરેલ વાયરો સીમમાં સતાડી તેના પર રહેલ રબડ ઉતારી વાયરોને થોડા દિવસ પછી હકીમભાઇ માઠીણાભાઇ જત એ ભુજ મધ્યે નળવાળા સર્કલ થી થોડે દુર એક ભંગારના વાડામાં આ વાયરો વેચેલ હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

: કબ્જે કરેલ મુદ્દામાલ

  • કોપર વાયરો વજન ૫૦ કી.ગ્રા. કુલ્લે કી.રૂ. ૨૫,૦૦૦/-

કેબલ વાયર કાપવા માટે ઉપયોગમાં લીધેલ ઇલેકટ્રીક બેટરી વાળુ કટર કી.રૂ. ૨,૦૦૦/-

: પકડાયેલ ઇસમ

હકીમભાઇ માઠીણાભાઇ જત ઉ.વ.૩૨ રહે. મોરગર તા. લખપત

  • અહેશાનભાઇ શોભાભાઇ જત ઉ.વ. ૩૫ રહે. ઓડીવાંઢ તા. લખપત
  • વસાયાભાઇ ઇબ્રાહીમભાઇ જત ઉ.વ. ૪૧ રહે. ઓડીવાંઢ તા. લખપત