અંજારમાં યુવાને ગળેફાસો ખાઈ કર્યો આપઘાત
copy image

અંજારમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તા;11/7ના સાંજના અરસામાં અંજારમાં 12 મીટર રોડ દેવળિયા નાકા વિસ્તારમાં રહેનાર 24 વર્ષીય પ્રવીણભાઈ ગણેશાજી ચૌધરી નામનો યુવાન પોતાના ઘરે હાજર હતો, તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર ગળેફાસો ખાઈ લીધો હતો. ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાધ ધરી છે.