ગાંધીધામમાં કંડલા જતા ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની હડફેટે 27 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ગાંધીધામમાં કંડલા જતા ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની હડફેટે 27 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.9/7ના રોજ સવારના અરસામાં કાર્ગો આઝાદ નગર નજીક હતભાગી વિજય નામનો યુવાન રસ્તો ઓળંગી રહ્યો હતો તે સમયે અજાણ્યા વાહને તેને ટક્કર મારી હડફેટમાં લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના કારણે આ યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.