ભચાઉના ખારોઈમાં આધેડે ઝેરી દવા પી જતા મોત

copy image

ભચાઉ ખાતે આવેલ ખારોઈમાં આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા;11/7ના રાત્રીના અરસામાં ખારોઈના વાડી વિસ્તારમાં રહેનાર 47 વર્ષીય આધેડ રમેશભાઈ કોઈ કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી ગયા હતા. ઉપરાંત તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કાર્ય હતા. આધેડે કયા કારણોસર આવું પગલું ભર્યું તે સહિતની વધુ તપાસ પોલીસે આદરી છે.