ગાંધીધામમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આધેડ પર પાઇપ વડે કરાયો હુમલો

copy image

copy image

ગાંધીધામમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આધેડ ઉપર પાઇપ વડે હુમલો કરવાનો મામલો પોલીસે ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, આ  બનાવ ગાંધીધામના સુંદરપુરી વિસ્તાર નજીક બન્યો હતો. ગત તા. 11-7ના રોજ સાંજના અરસામાં  ગાંધીધામના અપનાનગરમાં રહેનાર મૂળ ભદ્રેશ્વરના ફરિયાદી એવા ગજેન્દ્રસિંહ કનુભા જાડેજા કોઈ કામથી સુંદરપુરી દ્વારકા ફર્નિચર બાજુ ગયેલ હતા. જે સ્થળે ફરિયાદી પર પાછળથી હુમલો કરાતાં આધેડ નીચે પડી ગયા હતા. આરોપી શખ્સોએ તેમના પર પાઇપ વડે હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ઘાયલ થયેલ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. આ ફરિયાદીનો આરોપીના પિતા સાથે 15-16 વર્ષ પહેલાં ઝઘડો થયેલ જેનું મનદુખ રાખી તેમના પર હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.