રાપરમાંથી 41 હજારની રોકડ સાથે ત્રણ ખેલીઓની અટક

970736623Jugar

copy image

copy image

  રાપરમાંથી ત્રણ જુગારપ્રેમીઓને પોલીસે 41 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપરમાં આવેલ વાઘેલાવાસની શેરીમાં હુસેનના મકાનની પાછળ જાહેર જગ્યામાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતની રમત રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી ત્રણ ઈશમોને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી કુલ રોકડ રૂ. 41,370 કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.