કિડાણામાંથી 21 હજારની રોકડ સાથે જુગાર રમતી બે મહિલા સહિત પાંચની અટક

jugar

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાંથી 21 હજારની રોકડ સાથે જુગાર રમતી બે મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટિ પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કિડાણામાં યોગેશ્વર સોસાયટીની શેરીમાં મકાન નંબર-287 આગળ જાહેર જગ્યામાં અમુક સ્ત્રીઓ-પુરુષ રૂપિયાની રમત કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી રોકડ રૂા. 21,200 સાથે જુગાર રમતી બે મહિલા સહિત પાંચ શખ્સોની અટક કરી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.