કડિયા ધ્રોમાં નાહવા ગયેલ 17 વર્ષીય કિશોરએ ડૂબી જવાથી જીવ ગુમાવ્યો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કડિયા ધ્રોમાં નાહવા ગયેલ 17 વર્ષીય કિશોરએ પાણીમાં ગરક થઈ જવાના કારણે જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ધ્રો કુદરતી સૌંદર્ય થકી વરસાદી ઋતુમાં પાણીના ઝરણા-ખડકની કોતરો નિહાળવા અને ફોટા પાડી તથા આ ઝરણા-ધ્રોમાં નાહવા પરિવાર સાથે અનેક લોકો ઊમટી રહ્યા છે. ત્યારે ગત દિવસે રવિવારના રજા હોવાથી આસપાસના અનેક લોકો અહી આવેલ હતા. ત્યારે ભુજના 17 વર્ષીય કિશોર રમજાન પાણીમાં નાહવા પડયા બાદ પાણીમાં ડૂબી ગયો હતો. બાદમાં સ્થાનિકો દ્વારા તેની શોધ કરવામાં આવેલ હતી પરંતુ કોઈ ખબર ન મળતા, પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. આ દરમ્યાન રાત સુધી પણ કિશોરની કોઈ ખબર મળી ન હતી. બાદમાં પાંચ કલાક બાદ આ કિશોરનો મૃતદેહ મળી આવેલ હતો.