કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ, નખત્રાણા, અબડાસા, અંજાર, માંડવી અને મુન્દ્રા તાલુકામાં આવેલા કેટલાક રસ્તાઓ પરથી પાણી ઓવરટોપિંગ થવાથી ભારે નુકસાન થયેલ હતું તથા રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ સ્થિતિને ગંભીરતાને ધ્યાને લઈ માર્ગ અને મકાન પંચાયત વિભાગ કચ્છ હસ્તકના રસ્તાઓને યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પેચવર્ક, મેટલિંગ વગેરે કામગીરી કરીને રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવ્યા છે.
આ રસ્તાઓમાં અંજાર કોર્ટથી એનએચ સુધીનો રોડ, એસ.એચ. થી બારોઇ રોડ, બાયઠ રતાડીયા શેરડી આસંબીયા રોડ, ડોણ રાજડા રતાડીયા રોડ, ગોણીયાસર વાંઢ રોડ, ગુંદાલા રતાડીયા રોડ, નાના કપાયા એપ્રોચ રોડ, પૈયા મોતીચૂર રોડ, કોટડા રોહા રોડ, તલ લૈયારી રોડ, નવી મંજલ મંગવાણા રોડ, કોઠારા એપ્રોચ રોડ, મોથાળા એપ્રોચ રોડ, રેહા ભારાપર નારાયણ પર મેઘપર રોડ તથા કોડકી ફોટડી રોડ યુદ્ધના ધોરણે સમારકામ કરી પૂર્વવત કરાયા હતા. આ સમારકામની સમગ્ર કામગીરી આર.એન્ડ બી. પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રી અને સંબંધિત પેટાવિભાગના ના.કા.ઇ.શ્રીની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતી તેમ મકાન પંચાયત વિભાગ કચ્છની કચેરી દ્વારા જણાવાયું છે.