ભચાઉના ચોપડવામાં ટ્રેનની હડફેટે આવી જતાં આધેડનું મોત

acr468-5665e43f62642train-accident

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ ચોપડવા નજીક ટ્રેનની હડફેટે આવી જતાં આધેડનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ ગત તા;17-7 બપોરના અરસામાં ચોપડવામાં રહેનાર 42 વર્ષીય આધેડ રેલવે ફાટક બાજુ ગયા હતા. તે સમય દરમ્યાન કોઈ કારણોસર ત્યાથી પસાર થનાર ટ્રેનની હડફેટે આવી જતાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોચી હતી. ઉપરાંત તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હતભાગીએ સારવાર દરમ્યાન અંતિમ સ્વાસ લીધા હતા.