ભારાપરમાં સૈયદી સુન્ની મુસ્લિમ જમાત ભારાપર દ્વારા નાના બાળકોએ જુદી જુદી પ્રવૃત્તિ અંગે પ્રોગ્રામનું આયોજન કર્યું

તા 20/07/2025 રવિવાર ના ભુજ તાલુકા ના ભારાપર માં સૈયદી સુન્ની મુસ્લિમ જમાત ભારાપર દ્વારા નાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો એ ભાગ લીધો હતો સાથે જમાત ના એજ્યુકેશન લેતા બાળકોનું સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યો હતો જેથી ભણતર માં પ્રોત્સાહન મળે સાથે જમાતના પટેલો નું સન્માન કરવામાં આવ્યો હતો. છેલ્લા 14 વર્ષથી નવી પેનલ કાર્યરત છે અને પ્રોગ્રામ બાદ જમાતનો જમણવાર નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ઇનામ અને જમણ વાર જમાત ના દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.