મેઘપર કુંભારડીમાં યુવતીનો પીછો કરી હેરાન કરનાર શખ્સ વિરુદ્ધ ફોજદારી

copy image

અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં યુવતીનો પીછો કરી ખરાબ ઇશારા કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, મેઘપર કુંભારડીની સોસાયટીમાં રહેનાર યુવતી કામ પરથી બપોરે ઘરે જમવા જઈ રહી હતી તે સમયે આરોપી ઈશમે તેનો પીછો કરી ખરાબ ઇશારા કર્યા હતા. બાદમાં આગળ જઇને પોતાનું બાઇક આડું રાખી ફરીથી ગંદા ઇશારા કર્યા હતા. બાદમાં યુવતીએ ભાઈ ને ત્યાં બોલવાતા “હેરાન કરીશ તારાથી જે થાય તે કરી લે” તેવી ધમકી પણ આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.