અંજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ

copy image

copy image

 અંજારમાં ખરીદી કરવા આવેલ મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા દક્ષાબેન ઘનશ્યામ વાસાણી (મિત્રી) નામની મહિલા ગત દિવસે ખત્રી બજારમાં ખરીદી કરવા ગયેલ હતા. તે સમયે માધવ આઇક્રીમથી થોડે આગળ પહોંચતા સામેથી નંબર પ્લેટ વગરની બાઇક ઉપર બે અજાણ્યા શખ્સ આવેલ પાછળ બેઠેલા ઈશમે ફરિયાદીના ગળામાં હાથ નાખી સોનાની ચેઇનની ચીલઝડપ કરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.