“નલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કેબલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનીરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા નવીનકુમાર જોષી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવીનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સાહીલ ઇશા મોખા રહે. નાના વરનોરા તા.ભુજ વાળો તેના મળતીયા સાથે મળી નલીયા બાજુ થી એલ્યુમીનીયમના વાયરો ચોરી લાવેલ છે અને તે વાયરો સાથે હાલે રેલ્વેપાટા પાસે આવેલ ઇમરાન ઉર્ફે ટાવર કુંભારના વાડામાં હાજર છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) ઇરફાન હાજી મોખા (૨) ઇમરાન ઉર્ફે ટાવર ઇશાક કુંભાર (૩) સાહીલ ઇશા મોખા (૪) હનીફ જખરા મમણ તથા (૫) મામદ હુસેન અબ્દુલ્લા મમણ વાળાઓ હાજર મળી આવેલ અને વાડામાંથી એલ્યુમીનીયમના વાયોરાના ગુચડાઓ મળી આવેલ જેથી મજકુર ઇસમોને આ એલ્યુમીનીયમના વાયોરો ક્યાથી લાવેલ છે તે બાબતે પુછપરછ કરતા સાહીલ ઇશા મોખા રહે. નાના વરનોરા તા.ભુજ વાળાએ જણાવેલ જે હુ તથા મારી સાથે ઇરફાન હાજી મોખા, હનીફ જખરા મમણ, મામદ હુસેન અબ્દુલ્લા મમણ સાથે ભેગા મળી મોથાળા થી આગળ કોઠારા હાઇવે પર આગળ જઈ સીમમાં અંદર જઈ એલ્યુમીનીયમ ના વાયરોની ચોરી કરી સીમમાં સંતાડી રાખેલ હતા અને આ વાયરો વેચવા માટે ઇમરાન કુંભારનો સંપર્ક કરેલ જેને અમોને ગાડી આપેલ અને અમે બધા ભેગા મળી સીમમાંથી વાયરો લઈ ને અહી આગળ વેચવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે નલિયા પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ નલીયા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- કબ્જે કરેલ મદામાલ
- એલ્યુમીનીયમના વાયોરાના ગુચડા વજન આશરે ૫૦૦ કી.ગ્રા.
- મહીન્દ્રા કંપનીનું પીકઅપ રજી.નં. GJ 12 CT 2896
- પકડાયેલ આરોપી
- ઇરફાન હાજી મોખા ઉ.વ ૧૯ રહે. પૈયા તા.ભુજવાળો
- ઇમરાન ઉર્ફે ટાવર ઇશાક કુંભાર ઉ.વ. ૩૫ રહે. શીફા નગર, ભીડનાકા બહાર, સુરલભીટ, ભુજ
- સાહીલ ઇશા મોખા ઉ.વ. ૨૨ રહે. નાના વરનોરા તા. ભુજ
હનીફ જખરા મમણ ઉ.વ. ૨૭ રહે. નાના વરનોરા તા. ભુજ
- મામદ હુસેન અબ્દુલ્લા મમણ ઉ.વ. ૩૦ રહે. નાના વરનોરા તા. ભુજ
- નીચે મુજબનો વણશોધાયેલ ગુના શોધી કાઢેલ
- નલીયા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૧૬૩/૨૦૨૩. બી.એન.એસ. કલમ ૩૦૩ (૨) મુજબ