અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર ખાતે લોકશાહીનું મહાપર્વ જીવંત બન્યું! વિદ્યાર્થી પરિષદની ચૂંટણી થકી વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન
copy image

અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર (AVMB) ખાતે લોકશાહીના મહાપર્વની જીવંત ઉજવણી કરવામાં આવી.
તાજેતરમાં AVMB ખાતે વિદ્યાર્થી પરિષદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય
ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સંગઠનાત્મક કૌશલ્ય, નેતૃત્વ, નૈતિકતા અને લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો
હતો, જેનાથી સહભાગીઓમાં ઉત્સાહ અને ઉજવણીનું વાતાવરણ સર્જાયું.
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ યોજાયેલી આ ચૂંટણી વાસ્તવિક લોકશાહી પ્રથાઓનું પ્રતિબિંબ
હતું. ચૂંટણી પ્રક્રિયામાં કુલ ૩૯ વિદ્યાર્થીઓએ છ પદો માટે ઉમેદવાર તરીકે નોંધણી કરાવી હતી. જેમાં હેડ
બોય, હેડ ગર્લ અને ચાર ગૃહો – સત્ય, શૌર્ય, સંસ્કાર અને સિદ્ધાંત માટે નેતાઓનો સમાવેશ થાય છે.
મતદાર યાદીમાં ધોરણ ૫ થી ૧૦ ના ૩૭૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મત મેળવવા ઉમેદવારોએ
જોરશોરથી પ્રચાર કર્યો હતો, તેમના વિચારો રજૂ કરી શાળા સભાઓમાં જગવી હતી. ચાર મતદાન મથકો
પર ગુપ્ત મતદાન દ્વારા યોજાયેલી મતદાન પ્રક્રિયામાં પ્રભાવશાળી ૯૨.૦૨% મતદાન જોવા મળ્યું હતું.
મતદાન પત્રોમાં ઉમેદવારો અને તેમના પ્રતીકોની યાદી હતી. પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મતદાન
પછી વિદ્યાર્થીઓ દ્વારા સહીઓ કરાવવામાં આવી હતી.
શિક્ષકોએ પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની હાજરીમાં જાહેરમાં મત ગણતરી કરવામાં
આવી હતી. વિજેતા વિદ્યાર્થી નેતાઓએ બુધવારે (૩૦ જુલાઈ) સૌની હાજરીમાં શપથગ્રહણ કર્યા હતા.
શપથગ્રહણ સમારંભમાં આસપાસના ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના
સદસ્યો પણ હાજર રહ્યા હતા. માંડવી તાલુકાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને અદાણી ફાઉન્ડેશનના
પંક્તિબેન શાહની ઉપસ્થિતિમાં તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ચૂંટાયેલા કાઉન્સિલ સભ્યોને બેજ આપવામાં
આવ્યા હતા.
અનિરુદ્ધભાઈ શિક્ષણ અને કન્યા કેળવણીને વિશેષ મહત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે આચાર્ય ડૉ. આશુતોષ
ઠાકરે ચૂંટણીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ AVMB 2012 થી કચ્છમાં ભદ્રેશ્વર અને તેની આસપાસના વંચિત
સમુદાયોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરે છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંલગ્ન
AVMB ધોરણ 1 થી 10 સુધી મફત શિક્ષણ પ્રદાન કરે છે. જેમાં ટ્યુશન ફી, પાઠ્યપુસ્તકો, ગણવેશ અને
પૌષ્ટિક ભોજન પણ પ્રદાન કરવામાં આવે છે.