પીપરીપાટી ગામમાં રૂપિયાની રમત કરનાર ચાર ઝડપાયા

970736623Jugar

copy image

copy image

પીપરીપાટી ગામમાંથી ચાર જુગારીઓને પોલીસે દબોચી લીધા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના પીપરીપાટી ગામમાં આવેલ હનુમાન મંદિર નજીક જાહેર સ્થળ પર અમુક ઈશમો રૂપિયાની રમત કરી રહ્યા હતા. તે સમયે અહી રેડ પાડી રોકડ રૂા. 13,250 સાથે ચાર શખ્સોને પોલીસે રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.