સામખિયાળીના ભારત નગરમાંથી 1.61 લાખના મુદ્દામાલ સાથે છ ખેલીઓ દબોચાયા

copy image

સામખિયાળીના ભારત નગરમાંથી છ જુગારીઓને ઝડપી 1.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા સામખિયાળીના ભારત નગરમાં અમુક ઈશમો જાહેરમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા તે સમયે પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી અને અહીથી છ શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા. જ્યારે એક હાજર મળી આવેલ ન હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 11,150, ચાર મોબાઈલ, ત્રણ બાઈક એમ કુલ રૂા. 1,61,150નો મુદામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જીગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.