જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પશ્ચિમ કચ્છ ભુજ


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, અમુક ઇસમો પ્રભુનગર ત્રણ રસ્તાથી આગળ મોચીરાઈ રોડ પર બ્લુ કલરના ગેટ વાળા વરંડામાં દિવાલની આડમાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીનપત્તીનો રૂપીયાની હારજીતનો જુગાર રમે છે અને હાલે જુગાર રમવાનુ ચાલુમા છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ ઇસમો :-
- અકરમ અબ્દુલ ખલીફા ઉ.વ. ૨૩ રહે. કેમ્પ એરીયા ડી.પી.ચોક ભુજ
- અસલમ આમદ નોતિયાર ઉ.વ. ૨૭ રહે. અમનનગર ચાર રસ્તા કસ્વા પાર્ક ગલી નં.૨ ભુજ
હાજી સતાર મેમણ ઉ.વ. ૨૦ રહે. અમનનગર ચાર રસ્તા મેમણ કોલોની ભુજ
- આસીફ અબ્દુલ્લા મેમણ ઉ.વ. ૩૦ રહે. અમનનગર ચાર રસ્તા મેમણ કોલોની ભુજ
- ઇમરાન હસન નોતિયાર ઉ.વ. ૨૨ રહે. અમનનગર ચાર રસ્તા કસ્વા પાર્ક ગલી નં.૨ ભુજ
- આસીફ હુશેન કુંભાર ઉ.વ. ૩૧ રહે. મછીયારા ફળીયુ જુની સેન્ટ્રલ જેલ પાછળ ભુજ
- અબુભખર અબ્બેમાન કુંભાર ઉ.વ. ૩૮ રહે. સીતારા ચોક ભીડનાકા બહાર ભુજ
- અયુબ ઉમર નોતિયાર ઉ.વ. ૨૫ રહે. લખુરાઇ ચાર રસ્તા પાસે રોશને મુસ્તફા મસ્જીદ પાસે ભુજ
શોએબ ઓસ્માણ મેમણ ઉ.વ. ૨૧ રહે. મહેંદી કોલોની સુરલભીટ રોડ ભુજ
કબ્જે કરેલ મદામાલ
રોકડા રૂપીયા – ૧૩,૨૯૦/-
- ગંજીપાના નંગ-૫૨, કી.રૂ.૦૦/-
- મોબાઈલ ફોન નંગ- ૦૮, કી.રૂ. ૩૫,૫૦૦/-
એમ કુલ્લે કી.રૂા. ૪૮,૭૯૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.