એસટી બસનો દરવાજો ખુલી જતાં ચાલતી બસમાંથી ઉછળીને બહાર પડતા ગંભીર ઇજાઓના પગલે વૃદ્ધનું મોત

copy image

એસટી બસ મારફતે રાજકોટ જતા 60 વર્ષીય વૃદ્ધ દરવાજો ખુલી જતાં ચાલતી બસમાંથી ઉછળીને બહાર પડતા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમનું સારવાર દરમ્યાન મોત થયું છે. આ બાણાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 27/7ના રોજ રાજકોટના 60 વર્ષીય વૃદ્ધ મનીષભાઇ ટાંક રાજકોટ જવા માટે ભુજથી ભુજ-ગોંડલની એસ.ટી. બસમાં સવાર થઈ જઈ રહ્યા હતા. જેમાં બપોરના સમયે કુકમા નજીક ગોલાઇ પાસે બસ વળતાં બસનો દરવાજો ખુલી જતાં ચાલુ બસમાંથી તેઓ ઉછળીને બહાર પડતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.