પ્રોહિબિશનના ગુનાઓ આચરતા ઈસમને કચ્છ જિલ્લા માંથી તડીપાર કરતી નખત્રાણા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ નાઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજીક પ્રવૃતિઓ કરતા ઈસમો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ તરફથી પણ જરુરી સુચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા નાઓ દ્વારા ગુનાહિત પ્રવૃતિઓ આચરતા ઈસમો ઉપર રોક લગાવવા જરુરી અટકાયતી પગલા લેવા સારુ નખત્રાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવાર-નવાર પ્રોહી સબંધી ગુનાઓ આચરતા માથાભારે ઈસમોના ગુનાહિત ઈતિહાસ આધારે કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ જિલ્લાઓ માંથી હદપાર કરવા માટે અલગ-અલગ હેડ તળે તડીપાર મંજુર થવા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ નખત્રાણા કચ્છનાઓ તરફ દરખાસ્ત મોકલી આપવામાં આવેલ જેમાં નીચે મુજબના માથાભારે ઈસમના ગુનાહિત ઈતિહાસ આધારે તડીપાર દરખાસ્ત મંજુર રાખી કચ્છ જિલ્લા માંથી ૩ (ત્રણ) માસ માટે હદપાર કરતો હુકમ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી નખત્રાણા વિભાગ દ્વારા કરેલ હોય જેથી તુરંત મજકુર ઈસમ હસ્તગત કરી હુકમની બજવણી કરી તેને કચ્છ જિલ્લા માંથી તડીપાર કરવાની તજવીજ કરવામાં આવેલ છે.

હદપાર કરેલ ઈસમનું નામ :-

ધર્મેન્દ્ર ઉર્ફે ધમો હરેશ કોલી ઉ.વ.૨૬ રહે.ગણેશનગર નખત્રાણા જી.કચ્છ

ગુનાહિત ઈતિહાસ:-

ગુનાની વિગત

નખત્રાણા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં-૫૪૭/૨૫ પ્રોહી કલમ-૬૫(એ)(એ) મુજબ

નખત્રાણા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં-૪૬૮/૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(એ) મુજબ

નખત્રાણા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.૨.નં-૫૨૯/૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(એ) મુજબ

નખત્રાણા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.૨.નં-૫૭૪/૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(એ) મુજબ

નખત્રાણા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં-૬૩૨/૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(એ) મુજબ

નખત્રાણા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં-૮૨૯/૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(એ) મુજબ

નખત્રાણા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.૨.નં-૧૨૪૫/૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(એ) મુજબ

નખત્રાણા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં-૩૩૯/૨૩ પ્રોહી કલમ-૬૫(એ)(એ) મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

આ કામગીરી એ.એમ.મકવાણા પોલીસ ઈન્સપેક્ટર તથા એમ.વી.શામળા પો.સબ ઈન્સ નાઓના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.