ખાવડાના આર.ઈ. પાર્કમાંથી થયેલ 2.20 લાખની ચોરીના ગુનાના આરોપીઓ પોલીસના સકંજામાં

copy image

copy image

ભુજના ખાવડા નજીક આવેલા આર.ઈ. પાર્કમાંથી કુલ રૂા. 2,20,000ની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ભુજના ખાવડા નજીક આવેલા આર.ઈ. પાર્કમાંથી  સોલાર પ્લેટોમાંથી રૂા. 1,00,000ના કેબલ તથા 2.5 કિ.મી. લાંબો કોપર વાયર કિં. રૂા. 1,20,000 મળી કુલ રૂા. 2,20,000ની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો હતો, જેમાં સંડોવાયેલ ત્રણ આરોપી ઈશમોને ચોરી કરેલા રૂા. 2.20 લાખના વાયરના જથ્થા ઉપરાંત એક બોલેરો પિકઅપ જીપકાર સાથે પોલીસે દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ચોર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.