રાપરના સોમાણી વાંઢમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા, બે ફરાર

copy image

copy image

રાપર ખાતે આવેલ સોમાણી વાંઢમાં જાહેરમાં ગંજીપાના વડે પોતાનું નશીબ અજમાવતા ત્રણ શખ્સો ઝડપાયા, જયારે બે ફરાર થઇ ગયા હતા. આ મામલે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી હકીકત મળેલ કે વાંઢ ગામે આવેલ નદીના વોકળામાં અમુક ઈસમો ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડતા ત્રણ શખ્સોને પકડી પાડયા હતા, જયારે બે નાશી છૂટ્યા હતા. પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂ; 2070 કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.