કચ્છ જીલ્લા ભાજપ દ્વારા સમગ્ર જીલ્લામાં “વયવંદના યોજના” અંતર્ગત નોંધણી અભિયાન ‘મેગા ડ્રાઈવ’ પાર પડાયું


ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ૧૧ વર્ષ પૂર્ણ થયા તેના ઉપલક્ષમાં અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકાયા બાદ તેને ભાજપ પરિવારે ધરાતલ સુધી સાકાર કરીને સફળતા અપાવી છે. આવી જ એક વયસ્ક નાગરિકો માટેની વયવંદના યોજનાના અમલીકરણ અને જાગૃતિ માટે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પણ જિલ્લાભરમાં કેમ્પો યોજી પ્રચાર-પ્રસાર કરવાની કાર્યવાહી હાથ ધરી અભૂતપૂર્વ સફળતા મેળવાઈ રહી છે ત્યારે ફરી એક વખત ઓગસ્ટ માસની 1 થી 3 તારિખ દરમિયાન સમગ્ર જીલ્લામાં વ્યાપકપણે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
આ અભિયાન અન્વયે આજરોજ અંજાર તાલુકાના ભીમાસર ગામે કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ અંજાર તાલુકા ભાજપ સંગઠન દ્વારા “સંકલ્પ થી સિધ્ધિ- મોદી સરકારના 11 વર્ષ” નિમિત્તે “વય વંદના યોજના” નોંધણી અભિયાન “મેગા ડ્રાઈવ” અંતર્ગત 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની નોંધણી માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધ્યે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભીમાસર ખાતેના આ કેમ્પમાં અંજાર તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઈ આહીર સહિત પક્ષના કાર્યકર્તાઓ, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અંજાર તાલુકાના વીરા ગામના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વયવંદના કાર્યક્રમનો દેશના ૭૦ વર્ષથી વધુ વયના લોકોને વધુને વધુ લાભ મળે અને તે બાબતે જાગૃતિ આવે તે માટે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા તા. 1 થી 3 ઓગષ્ટ દરમ્યાન જિલ્લાભરમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પો યોજાયા છે જે અંગે માર્ગદર્શન આપવા અર્થે ભાજપના સર્વે અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા સમગ્ર કચ્છમાં કરાયેલા પ્રયત્નો સંપૂર્ણ સાર્થક, અસરકારક અને ફળદાયી સાબિત થયા છે.
જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભચાઉ તાલુકાના જંગી ગામના કાર્યક્રમમાં જોડાયા હતા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ શહેરમાં વોર્ડ નાં. 4 ખાતે, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ગાંધીધામ શહેર વોર્ડ નાં. 7 માં, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ભિમાસર-ભૂટકિયા અને આડેસર ખાતે, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સિનુગ્રા ખાતે તેમજ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સ્થાનિકે માંડવી શહેરના કાર્યક્રમમાં તેમજ જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય સહિત જિલ્લા ભાજપ હોદેદારો, મંડળ હોદેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ સમગ્ર કચ્છમાં બહુવિધ સ્થાનો પર યોજાઈ રહેલ આ કામગીરીને જ્વલંત સફળ પ્રાપ્ત થઈ રહી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.