દેશી દારૂના બે કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ દેશી દારૂ ગેરકાયદેસર બનાવનાર તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે બનાવનાર તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. યંશવતકુમાર ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવીનાઓ જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કેશ (૧) જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૮૦૦ કિં.રૂ. ૪૫,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહી એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ તથા કેશ (૨) જખી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૦૦ કિં.રૂ. ૧૫,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહી એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મુદ્દામાલ
ગેરકાયેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૪૦૦, કિં.રૂ. ૬૦,૦૦૦/-
આરોપીઓ
નીતેશ જુમા કોલી રહે. કોલીવાસ જખૌ તા.અબડાસા
મામદ ઇશાક સંગાર રહે. પાજરાપોળની પાસે જખૌ તા. અબડાસા
રમેશ જુમા કોલી રહે. કોલીવાસ જખૌ તા.અબડાસા