ભુજ માંડવી હાઇવે પર બુલેટ અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત

ભુજ માંડવી હાઇવે પર બુલેટ અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત
ગઈકાલે રાત્રિના સમય અંદાજે 8 થી 8:30 ની વચ્ચે ભુજ માંડવી હાઇવે પર આવેલ મિરઝાપર પોલીસ ચોકી થી શિવપારસ બાજુ આ અકસ્માત સર્જાયો હતો
જેમાં બુલેટ ચાલક મૂળ ગામ અમરેલી- ધારી ના અલ્પેશભાઈ પરમાર 35 વર્ષ ઉંમર કે જે ભુજ સંસ્કાર નગર બેંક માં હતા તે રાત્રિ ના સમયે પોતાનું બુલેટ લઈ ભુજ થી પોતાના ગામ કુંદનપર જવા માટે નીકળ્યા હતા ત્યાં મિજાપર પોલીસ ચોકી આગળ ટ્રેલરની પાછળ ધડાકાભેર બુલેટ અથડાયું હતું આ ઘટનામાં અલ્પેશભાઈ પરમાર ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમ જ મૃતદેહને જીકે જનરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો