ધાણીપાસા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ

copy image

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ દારૂ-જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.

જે અનુસંધાને નખત્રાણા પોલીસના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ સદરબીટ. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ રણજીતસિંહ બી. જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મોટા અંગીયા ગામના રબારી વાસ પાસે આર.સી.સી રોડની બાજુમાં ખુલ્લામાં અમુક ઇસમો ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી તમામ આરોપીઓને પકડી પાડી રોકડ રૂપીયા ૧૦,૩૦૦/- તથા ધાણીપાસા નંગ -૦૨ કિ.રુ.-૦૦/- એમ કુલ્લે રુ.૧૦,૩૦૦/- નો મુદામાલ પકડી પાડી મજકુર ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીઓના નામસરનામુ:-

(૧) અશોકનાથ રમેશનાથ ઉ.વ.૨૫ રહે-મોટા અંગીયા તા.નખત્રાણા

(૨) ખેંગારભાઇ કલાભાઇ રબારી ઉ.વ.૨૬ રહે-અંગીયા મોટા તા.નખત્રાણા

. (૩) રબારી કાયાભાઇ કરણાભાઇ ઉ.વ.૪૦ રહે-મોટા અંગીયા તા.નખત્રાણા

(૪) બીજલભાઇ સામતભાઇ આયર ઉ.વ.૬૫ રહે-જીંદાય તા.નખત્રાણા

(૫) ખેંગારભાઇ ભીખાભાઇ રબારી ઉ.વ.૧૯ રહે-મોટા અંગીયા તા.નખત્રાણા

કબ્જે કરેલ મુદ્દામાલ:-

રોકડા રૂપિયા ૧૦,૩૦૦/-તથા ધાણીપાસા નંગ-૦૨ કિં.રૂ.૦૦/- એમ કુલ્લે રુ.૧૦,૩૦૦/- રૂપિયા નો મુદ્દામાલ

કામગીરી કરનારપોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં એ.એસ.આઇ યોગેશભાઇ ગઢવી તથા પો.હેડ.કોન્સ મુકેશભાઇ ચૌધરી તથા પો.હેડ,કોન્સ વસ્તાભાઇ ચૌધરી તથા પો.કોન્સ રણજીતસિંહ જાડેજા તથા મીતકુમાર પટેલ તથા પો.કોન્સ જખુભાઇ ધાંધુકીયા તથા પો.કોન્સ દિલીપસિંહ સોઢા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.