ભુજ તાલુકાના હાજાપર ગામે થયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી પધ્ધર પોલીસ”

copy image

પધ્ધર પો.સ્ટે. પાર્ટ-એ ગુરનં.૧૧૨૦૫૦૪૪૨૫૦૫૧૮/૨૦૨૫ BNS ક.૧૦૩(૧) તથા G.P. Act. ક.૧૩૫ મુજબનો ગુનો તા.૦૧/૦૮/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ જે ગુના કામેની હકીકત મુજબ ગઈ તા.૦૧-/૦૮/૨૦૨૫ ના ક.૧૨/૩૦ થી તા.૦૨/૦૮/૨૦૨૫ ના ક.૧૯/૫૫ વાગ્યાના સમયગાળા દરમીયાન હાજાપર ગામની સીમ વિસ્તારમાં આવેલ રાતી તળાવ પાસેથી આ કામેના ફરીયાદી રફીકભાઈ અલીભાઈ જામ રહે.હાજાપર તા.ભુજ વાળાના ભાઇ શબીર અલીભાઈ જામ ઉ.વ.૩૧ રહે.હાજાપર તા. ભુજવાળાનું કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથીયાર વડે શરીર ઉપર અલગ-અલગ જગ્યાએ જીવ લેણ ઘા મારી ઈજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવેલ હોઈ જે બનાવ અનુસંધાને વણ શોધાયેલ ખુનના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી કાઢવા બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા રવિરાજસિંહ આર. જાડેજા સાહેબશ્રી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ, ભુજ નાઓની સુચના તથા માર્ગદશન હેઠળ તપાસ તજવીજ હાથ ધરેલ.

જે બનાવ અન્વયે પધ્ધર પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.ચુડાસમા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.પરમાર તપાસ સંભાળેલ અને જે તપાસ કામે એસ.ઓ.જી.ના પો.ઈન્સ. કે.એમ.ગઢવી મદદમાં રહી જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અનડિટેકટ ખુનના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા તેમજ સદર ગુના કામેના આરોપીને પકડી પાડવા પધ્ધર પોલીસ તથા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફ દ્વારા ટેકનીકલ એનાલીસીસ તથા દયુમન સોર્સીસ તથા સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરવા માટે અલગ-અલગ ટીમો બનાવેલ જેની તપાસ દરમ્યાન ગુના કામે અલગ-અલગ શકદારોની પુછપરછ કરતા આરોપી અંગેના પુરતા પુરાવાઓ મળતા અનડિટેકટ ગુનો શોધી કાઢી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ ઉડાણ પુર્વકની તપાસ તજવીજ ચાલુમાં છે.

આરોપી :-

(૧) અરવિંદ જેન્તીભાઈ સથવારા(દેવીપુજક) ઉ.વ.૨૩ હાલે રહેમથડા વાડી વિસ્તાર તા.અંજાર મુળ રહે.હાજાપર તા.ભુજ

આ કામગીરી કરનાર:-

આ સફળ સહારનીય કામગીરી કરનાર પધ્ધર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એ.જી.પરમાર તથા ઇન્ચાર્જ પધ્ધર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એસ.એન.ચુડાસમા તથા એસ.ઓ.જી. શાખાના પો.ઈન્સ. કે.એમ.ગઢવી તથા પધ્ધર પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ સદર ગુના કામેની તપાસમા જોડાયેલ હતા.