પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્વારા ગુન્હાહિત કાર્યો આચરતા પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ દાખલા રૂપ શીક્ષાત્મક કાર્યવાહી કર્યા બાબત

પોરબંદર જીલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નિચે જણાવેલ નામવાળા પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ વિભાગની છબી ખરડાય તેવુ અને પોલીસ વિભાગના કર્મચારીને અણછાજતુ ગુન્હાહિત કૃત્ય આચ૨તા કાર્યો કરેલાનું તથા પોલીસ ખાતાની બજાવવાની થતી ફરજોથી વિમુખ થયેલ હોવાનુ પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથરસંહ જાડેજા(I.P.S) સાહેબના ધ્યાને આવતા શિક્ષાત્મક કાર્યવાહી રૂપે બન્ને કર્મચારીઓને પોલીસ વિભાગમાંથી REMOVE FROM SERVICE (DISMISS) ( નોકરીમાંથી બરતરફ) ક૨વા હુકમ ક૨વામાં આવેલ છે.

PORBANDAR

MIRROR

(૧) અનાર્મ હેડ કોન્સટેબલ ચંન્દ્રકાંત ભરતભારથી ગોસાઈ, બકલ નં.૩૪૫, નોકરી-પોલીસ હેડક્વાર્ટર પોરબંદર

(૨) અનાર્મ પોલીસ કોન્સટેબલ વિષ્ણુભાઈ હીંમતભાઈ ચૌહાણ, બકલ નં.૮૧૯, નોકરી-પોલીસ હેડક્વાર્ટર પોરબંદર

આમ, પોલીસ ખાતામાં શિસ્તના ઉચ્ચ ધોરણો જળવાય અને પોલીસ સાચા અર્થમાં પ્રજાના મિત્ર અને રક્ષક બની રહે તેવા કાર્ય ક૨વા પ્રેરાય તેવા ઉદેશથી સારી કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને દર મહીનાની કાઈમ કોન્ફરન્સમાં બિરદાવવા તથા પ્રોત્સાહન આપવા સન્માનીત કરી ઇનામ આપવામાં આવે છે.

તેવી જ રીતે પોલીસ ખાતાની બજાવવાની થતી ફરજોથી વિમુખ તેમજ પોલીસ વિભાગની છબી ખરડાય તેવુ અણછાજતુ ગુન્હાહિત કૃત્ય આચ૨તા પોલીસ કર્મચારીઓ સામે દાખલા રૂપ કાર્યવાહી કરી સેવામાંથી બરતરફ REMOVE FROM SERVICE (DISMISS) કરવામાં આવેલ છે.