નારી વંદન સપ્તાહ ઉત્સવ – સુરેન્દ્રનગર જિલ્લો”

copy image

ગોપી ઓપ્ટિકલ ફાયબર કંપનીમાં જીઆઈડીસી ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૮ ઓગસ્ટ સુધી “નારી વંદન સપ્તાહ” થનાર છે. જેનાં ભાગરૂપે, ગોપી ઓપ્ટિકલ ફાયબર કંપની, જીઆઈડીસી ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર શ્રી ચંદ્રિકાબેન મકવાણા અને મહિલા કોન્સ્ટેબલ શ્રી મનીષાબેન નાકિયાએ કંપનીમાં કામ કરતાં અંદાજે ૬૦ જેટલા મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ મહિલાઓને અભયમ મહિલા હેલ્પલાઇન અને કાર્યસ્થળ પર થતી સતામણીથી બચવા અંગેના જરૂરી પગલાઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત, આત્મનિર્ભરતાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે આયોજિત આ સપ્તાહનો ઉદ્દેશ મહિલાઓ અને બાલિકાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવી, તેમને સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન અપાવવાનો છે. આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લામાં સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય જેવા મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખીને “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે.

રિપોર્ટર જયેશભાઇ મોરી