રીક્ષામાંથી માદક પદાર્થ ગાંજો કિ.રૂ.૧.૦૧.૧૫૦/- ના નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

copy image

નખત્રાણા તાલુકાના ખોંભડી નાની,ગામના ગેટ પાસેથી આરોપીના કબ્જાની
રીક્ષામાંથી માદક પદાર્થ ગાંજો ૧૦.૧૧૫ કિ.ગ્રા કિ.રૂ.૧.૦૧.૧૫૦/- ના
નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી
એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ
અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા. અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં નાર્કોટીક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમ્યાન તા.૦૪/૦૮/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી સ્ટાફના અધિકારી/કર્મચારીઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ માણેકભાઇ ગઢવી તથા પો.કોન્સ વનરાજસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી નખત્રાણા તાલુકાના ખોભડી નાની, ગામના ગેટ પાસે રોડ ઉપર આરોપીના કબ્જાની રિક્ષામાંથી માદક પદાર્થ ગાંજો ૧૦.૧૧૫ કિ.ગ્રા કી રૂ.૧.૦૧.૧૫૦/- નો નાર્કોટિક્સનાં મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) સુલેમાન લખુભાઈ માલાણી (મિયાણા) ઉવ.૪૨, રહે- સુરેન્દ્રનગર, ટાવર પાછળ, શેરી નં.ર મિયાણાવાડા
0 કબ્જે કરેલ મદામાલ
- (૧) માદક પદાર્થ ગાંજો ૧૦.૧૫૦ કિ.ગ્રા
(૨) રિક્ષા, કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
→ કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ
એસઓજી પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી તથા. એ.એસ.આઈ. જોરાવરસિંહ જાડેજા, માણેકભાઇ ગઢવી, સિધ્ધરાજસિંહઝાલા,તથા પો.હેડ.કોન્સ.. રજાકભાઇ સોતા, પૃથ્વીરાજસિંહ વાધેલા.ભાવેશભાઇ ચૌધરી, પો.કોન્સ.વનરાજસિંહ જાડેજા, દિનેશભાઈ ચૌધરી ડ્રા.પો.હેડ.કોન્સ મહિપતસિંહ સોલંકીના ઓ જોડાયેલ હતા