પોલીસ પ્રજાનો મિત્ર છે

પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને પોલીસે ભુજમાં સાબિત કર્યું છે. ભુજ નગરપાલિકા દ્વારા જયુબેલી ગ્રાઉન્ડ પાસે માર્ગનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર મસમોટા ખાડાઓ કરી દેવામાં આવ્યા છે. તેમજ તમામ સરસામાન માર્ગ પર જ પડયું છે. જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે પોલીસ લોકોની મદદ કરી રહી છે, તેમજ ટ્રાફિક ક્લિયર કરાવી રહી છે. અને માર્ગ પર પડેલા સરસામાનને સાઈડમાં મૂકી રસ્તો ક્લિયર કરી રહી છે. પોલીસ બધી શાંતિપૂર્ણ વ્યવસ્થા કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું છે.