રાપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

copy image

રાપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાપરના નવા વિસ્તારમાં મહાકાળી માતાના મંદિરવાળી શેરીમાં અમુક ઈસમો ગંજીપાનાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે તરત જ તપાસ કરી આરોપી ઈસમોને પકડી પાડયા હતા. પકડાયેલ ઈસમો પાસેથી રોકડ રૂ; 11,250 કબ્જે કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.