“જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન” દરમ્યાન RBI ના કાર્યપાલક નિદેશક ની કચ્છની મુલાકાત

સવિનય જણાવવાનું કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશ માં 1 જુલાઇ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી ગ્રામ
પંચાયત સ્તરે “જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન” આયોજીત કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજરોજ તારીખ
04 તથા 05 ઓગસ્ટના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના કાર્યપાલક નિદેશક શ્રી રોહિત જૈન તથા ક્ષેત્રિય
નિદેશક શ્રી રાજેશ કુમાર કચ્છ જિલ્લા ની મુલાકાતે આવેલ હતા.
આ મુલાકાત દરમ્યાન 04 ઓગસ્ટ ના રોજ સવારે 10 કલાકે સુમરાસર ગામ ખાતે RBI તથા બેન્ક ઓફ
બરોડાના સહયોગ થી વિશેષ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જ્યાં બહોળી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત
રહ્યા હતા સુમરાસર ગ્રામ પંચાયત ના યુવા સરપંચ શ્રી રણછોડ ભાઈ આહીરે RBI સહિત ના તમામ બેન્ક
અધિકારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, સહુને આવકાર આપીને કચ્છ ની લીડ બેન્ક તથા સુમરાસર ગામ સાથે
બેન્ક ઓફ બરોડા ના વર્ષો જૂના સંબંધ સાથે ગ્રાહકો ને અપાતી સેવા ને બિરદાવી હતી. કલારક્ષા સંસ્થા ના શ્રી
ચંદ્રપાલ ભાનાણી તથા રજનીભાઈ પટવા એ સંસ્થાની કામગીરીથી માહિતગાર કર્યા હતા.
તેમજ 05 ઓગસ્ટ ના રોજ સવારે કેરા ગામ ખાતે કેમ્પ ની મુલાકાત દરમ્યાન ગામના સરપંચ શ્રી મદનગીરી
ગોસ્વામી એ સ્વાગત કરી ગામને મળતી બેંકિંગ સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા તથા પધારેલ
અધિકારીઓએ નો આભાર માન્યો હતો.
કચ્છ ના બંને ગામોની મુલાકાત દરમ્યાન RBI ના ક્ષેત્રિય નિદેશક શ્રી રાજેશ કુમારે કચ્છ ના ગ્રામ્ય લોકોમાં
વસતી લાગણી અને આતિથ્ય ભાવનાથી અભિભૂત થયા ની લાગણી વ્યક્ત કરી હતી. તથા દીકરીઓ ના શિક્ષણ
પર ખાસ ભાર મુકેલ હતો.
આ મુલાકાત દરમ્યાન RBI કાર્યપાલક નિદેશક શ્રી રોહિત જૈન એ આ વિશેષ કેમ્પ નો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું
કે કચ્છ ના છેવાડા ના ગ્રામજનો સુધી સરકારશ્રી દ્વારા ભારતના નાગરિકો માટેની તમામ યોજનાઓનો ૧૦૦ ટકા
લોકો લાભ લેતા થાય એ લક્ષ્ય સાથે એની જાગરુકતા ફેલાવવા માટે આયોજન કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લા

ની તમામ બેન્ક શાખાઓ એમના ગ્રાહકો ને મળવાપાત્ર તમામ સુવિધાઓ પૂરી પાડશે એવું આશ્વાસન આપ્યું હતું
તેમજ તમામ બેન્ક ના પદાધિકારીઓને “જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન” માં કચ્છ સમગ્ર ભારત દેશ માં ૧૦૦ ટકા
લક્ષ્યાંક સાથે પ્રથમ ક્રમાંકે રહે એવા સૂચન સાથે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. વધુમાં એમણે જણાવ્યુ હતું કે કચ્છ
ની ખુમારી ભરી અને પ્રેમાળ ધરતી પર આવવા મળ્યું એ સૌભાગ્ય છે.
બેન્ક ઓફ બરોડા ના ઝોનલ હેડ શ્રી મુખ્તાર સિંઘ દ્વારા બંને કાર્યક્રમોમાં સ્વાગત પ્રવચન ની સાથે સરકારી
યોજનાઓ નું મહત્વ સમજાવેલ હતું તથા BOB લીડબેંક હોવાની સાથે પોતાના ગ્રાહકો ને સેવા પૂરી પાડવા માટે
પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં જુદી જુદી યોજનાના લાભાર્થીઓ ને લાભ આપવામાં આવેલ હતા PMJJBY , PMSBY યોજના
હેઠળ અકસ્માતે અથવા કુદરતી મૃત્યુ પામેલા વિમાધારકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયાની વિમાની રકમના
ચેક આપવામાં આવેલ હતા.
કાર્યક્રમની આભાર વિધિ કરતાં બેન્ક ઓફ બરોડા ભુજ ના રિજિયોનલ હેડ શ્રી લલિત કુમાર અદલખા જી એ
જણાવ્યુ હતું કે કચ્છ માં પોસ્ટિંગ મળી એ એમના જીવનનો એક લહાવો છે, અહી બેન્ક ના ગ્રાહકો ને યોગ્ય બેંકિંગ
સેવાઓ મળતી રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.
સમગ્ર કાર્યક્રમમાં લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી મિતેશ ગામિત, નાબાર્ડ ના DDM શ્રી નીરજ કુમાર સિંઘ, ગુજરાત
ગ્રામીણ બેન્ક ના GM શ્રી ડી પી બૈરવા, તથા RM શ્રી દિનેશ પરમાર, SBI રાજકોટ ના DGM શ્રી રાજેશ જી,
AGM કચ્છ શ્રી જ્ઞાનેશ્વર પ્રસાદ તથા કચ્છ ની ખાનગી અને સરકારી બેન્કો ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે BOB ના નિતેશ બારગવાને, સ્મિત અજાણી, રવિરાજસિંહ ઝાલા તથા
અંકિત શુક્લા એ જહેમત ઉઠાવી હતી. NRLM ના સચિન પંડ્યા તથા આરોહ ફાઉન્ડેશન ના દાનવીરસિંહ તથા
તેમની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમનું સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું.