કચ્છ પશ્ચિમ વન વિભાગની નલીયા દક્ષિણ રેન્જમાં પીંગ્લેશ્વરથી સિંધોળી મોટી રોડ પર પરવાનગી વગર કોલસા બનાવવા બાબત


કચ્છ પશ્ચિમ વન વિભાગનાં કાર્યક્ષેત્ર હેઠળના નલીયા દક્ષિણ રેન્જના પીંગ્લેશ્વરથી
સિંધોળીમોટી રોડની પશ્ચિમ બાજુએ સિંધોળીનાની ગામની સરકારી પડતર જમીનમાં પરવાનગી
વગર ગાંડા બાવળના લાકડામાંથી કોલસા બનાવવા માટે કોલસાની પાકી ભઠ્ઠી-૧ ગેરકાયદેસર રીતે
સ્થાપતા બાબતે આરોપી પ્રકાશ રામજી કોલી, રહે.રાપર(ગઢવાળી), તા.અબડાસા-કચ્છ વિરુધ્ધ
ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જુલાઈ માસથી ૧૫ ઓક્ટોબર સુધી ચોમાસા ઋતુ દરમ્યાન કોલસા બનાવવા માટે વન
વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં જો કોઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ
ધ્યાને આવશે તો ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવશે. આવા બનાવ કોઈને ધ્યાને આવે તો નજીકના વન કર્મચારી/કચેરીને જાણ કરવા જાહેર
જનતાને અપીલ કરવામાં આવે છે.