મુન્દ્રાના ખેંગાર સાગર ડેમમાં ન્હાવા પડેલ સાત યુવાનોમાં એકનું મોત

copy image

મુન્દ્રા ખાતે આવેલ ખેંગાર સાગર ડેમમાં ન્હાવા આવેલ સાત યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મુંદરાના સાતેક નવયુવાન મિત્રો ખેંગાર સાગર ડેમમાં ન્હાવા માટે પાણીમાં પડ્યા હતા. પરંતુ પાણીની ઊંડાઈનો ખ્યાલ ન હોવાના કારણે તે યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઉપરાંત આસપાસના લોકો મદદ માટે દોડયાં હતા. જેથી છ યુવાનોને બચાવી લીધા હતા. પરંતુ એકને પોતાનો જીવ ગુમાવ્યાનો વારો આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.