ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપી જેલના હવાલે

jail

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ભુજની કે.ડી. કોમ્યુનિકેશનની પેઢીમાંથી આરોપી ઇસગામે ધંધા માટે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કિં. રૂા. 10,36,798 લીધી હતી. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા તેના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ કેસમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા કુલ રૂા. 15,00,000નું વળતર ચૂકવવા હુકમ જારી કર્યો છે.