ભુજ કચ્છની જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની કચેરીના જામીન લાયક પકડવાના બાકી આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના ઉપરી અધિકારીશ્રી તરફથી આવેલ અરજી તથા અરજી સાથેના પકડ વરંટના આધારે સામાવાળા ફિરોઝ મોહમ્મદહુશેન ખત્રી રહે. રાહુલનગર-૫૧૫, પાટવાડીનાકા બહાર,ભુજ વાળાને પકડી પાડવા માટે સુચના આપેલ હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલનાઓ તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે માહિતી મેળવી મજકુર ઇસમને પકડી વોરંટની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • પકડાયેલ ઇસમ

ફિરોઝ મોહમ્મદહુશેન ખત્રી રહે. રાહુલનગર-૫૧૫, પાટવાડીનાકા બહાર,ભુજ

  • નીચેના પકડ વોરંટમાં પકડવાનો બાકી હતો
  • નામદારશ્રી એડીશનલ ચીફ મેજી. કોર્ટ, ભુજનાઓની કોર્ટના ફોજદારી કેસ નં-૬૫/૨૦૧૬ ના પકડ વોરંટમાં પકડવાનો બાકી.
  • ભુજ કચ્છની જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની કચેરીના જામીન લાયક વોરંટ ૫૫

પકડ વોરંટ ૦૫

આરોપીનો ગુનાહિત ઇતીહાસ

  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૦/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦, ૫૦૬(૨), ૧૧૪ મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૩૩૮/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫.૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ