તેલીબિયા પાકોના પ્રોસિસિંગ માટેની મશીનરી અને ઓઇલ એક્સ્ટ્રેશન યુનિટ વસાવવા સરકારી સહાય મેળવવા અરજી કરી શકાશે

કૃષિ વિભાગ દ્વારા ખાસ National mission on Edible Oil-Oilseed યોજના અંતર્ગત પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યૂ ચેઇન અંતર્ગત તેલીબિયા પાકોના પ્રોસિસિંગ માટેની મશીનરી અને ઓઇલ એક્સ્ટ્રેશન યુનિટ ઘટકનો સહાય લાભ સરકારી અથવા પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી અથવા FPOs અથવા સહકારી સંસ્થાઓ અથવા Value Chain Partners (VCPs) ને મળવાપાત્ર રહેશે. આ ઘટક માટે ૧૦ ટન કેપેસીટી ધરાવતા પ્રોજેક્ટ કોસ્ટના ૩૩ % અથવા ૯,૯૦,૦૦૦ ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તેની સહાય મળવાપાત્ર થશે

       અરજદારે વધુ માહિતી મેળવવા અને આ યોજના અંગેનું ફોર્મ મેળવવા જે-તે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી(ખેતી)ની કચેરી,(C/O તાલુકા પંચાયત) મદદનીશ ખેતી નિયામકશ્રી(વિ)ની કચેરી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા  પંચાયત, ભુજ-કચ્છનો સંપર્ક કરવાનો રહેશે તથા ફોર્મ ભરી ૧૦ દિવસમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,જિલ્લા પંચાયત કચેરી, કચ્છ-ભુજ ખાતે જમા કરાવવાનું રહેશે