અંજાર ટાઉન વિસ્તાર માંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગારની બદિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ અંજાર પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિ/જુગારના વધુમા વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોઈ અને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ કોટેશ્વરનગરમાંથી જાહેરમાં રૂપીયાની હાર-જીતનો ગંજીપાના વડે જુગા૨ ૨મી ૨માડે છે તેવી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાઓએ રેઈડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ छे.

ગુનાની વિગત:-

અંજાર પોલસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૧૦૨૭/૨૦૨૫ જુગારધારા કલમ-૧૨

પકડાયેલ આરોપીઓ :-

(૧) દિપેશ ચંદ્રકાંત પરમાર ઉ.વ.૩૩ રહે.વિજયનગર કોર્ટની પાછળ અંજાર

(૨) પ્રકાશ ધરમશીભાઈ પેડવા ઉ.વ.૩૦ રહે.માધવનગર સોસાયટી અંજાર

(3) હિરેન ગોપાલભાઈ મહેશ્વરી ઉ.વ.૨૮ ૨હે.વિજયનગર કોર્ટની પાછળ અંજાર

(૪) જગદીશ દેવજીભાઈ સોરઠીયા ઉ.વ.૩૮ રહે.સોરઠીયા નાકા અંજાર

(૫) જયેશ પ્રાગજીભાઈ દોષી ઉ.વ.૬૨ રહે.માધવબાગ અંજાર

(૬) યોગેશ રમણીકભાઈ સોરઠીયા ઉ.વ.૪૦ રહે.વીડી તા.અંજાર

(૭) ચંદન ઉર્ફે ચંદ્રેશ રામજીભાઈ સોરઠીયા ઉ.વ.૩૯ રહે.ગંગાનાકા બહાર પ્લોટ નં૩૭ અંજાર

(૮) અર્જુન માવજીભાઈ કાપડી ઉ.વ.૩૮ રહે.ડોટેશ્વરનગર અંજાર

(૯) આનંદ કાંન્તીલાલ વાઘમશી ઉ.વ.30 રહે.મીંદીયાણા વાડી વિસ્તાર અંજાર

(૧૦) રવિ અનિલભાઈ સોરઠીયા ઉ.વ.૩૫ રહે.વિજયનગર કોર્ટની પાછળ અંજાર

(૧૧) જગદીશ પ્રતાપભાઈ ઠકકર ઉ.વ.૪૨ રહે.વિજયનગ૨ કોર્ટની પાછળ અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલ :- (એમ કુલ્લ કિ.રૂ. ૩, ૨૪, ૫૦૦/-)

(૧) રોકડા રૂ.૫૧, ૫૦૦/-

(૨) મો.ફોન નંગ-૧૦ કિ.રૂ.૯૩, ૦૦૦/-

(3) મો.સા/એકટીવા તથા ફોરવ્હીલ ગાડી નંગ-૦૬ જેની કિ.રૂ.૧, ૮૦, ૦૦૦/-

(૪) ગંજીપાના જોડી નંગ-૦૨

આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે.