અબડાસાના બાંડિયા ગામના બસ સ્ટોપ પરથી રૂા.18 હજારનો શરાબ ઝડપાયો : આરોપી ફરાર

copy image

અબડાસા ખાતે આવેલ બાંડિયા ગામના બસ સ્ટોપ પરથી રૂા. 18,280નો શરાબ પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બાંડિયા ગામના બસ સ્ટેશન પાસે કોઈ બાઈક ચાલક દારૂના જથ્થા સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર આરોપી ઈશમને અટકાવીને તપાસ કરતાં ઊભો ન રહ્યો અને કાચા રસ્તા પર બાઈક હંકારી ભાગી ગયો હતો. પોલીસે આ શખ્સની બાઈક પર રહેલ બેગની અપાસ કરતાં તેમાથી કુલ રૂા. 18,280નો શરાબનો જથ્થો મળી આવેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.