ગાંધીધામના મીઠીરોહરમાં 45 વર્ષીય આધેડનું ડૂબી જવાથી મોત

copy image

ગાંધીધામના મીઠીરોહરમાં હોજમાં ન્હાવા ગયેલ 45 વર્ષીય આધેડનું ડૂબી જવાથી મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં પી.એલ. કંપનીમાં રહેતા અજયકુમાર નામનો શખ્સ ગત તા. 8/8ના રાત્રિના સમયે કંપનીના પાણીના હોજમાં ન્હાવા ગયેલ હતો. તે દરમ્યાન કોઈ કારણે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હતા. બાદમાં તેમને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.