માંડવીના નાગરેચામાં રહેનાર 49 વર્ષીય મહિલા એસીડ ગટગટાવ્યું

copy image

માંડવી ખાતે આવેલ નાગરેચામાં રહેનાર 49 વર્ષીય મહિલાનું એસિડ પી લેતાં મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 3/8ના રોજ નાગરેચાના આનંદબા જાડેજા પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર તેમણે એસિડ પી લેતાં સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.