વડવાનલ હનુમાનજી – લક્ષ્મી-વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું

શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજળતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વારે આવી રહ્યો છે. પંડાલોની તૈયારીઓ, શૃંગારીત મૂર્તિઓ અને ભજન-કીર્તનના સ્વરો સાથે શહેર ધીમે ધીમે આનંદના રંગમાં રંગાઈ રહ્યું છે. ભક્તો માટે આ દિવસો માત્ર તહેવાર જ નહીં, પરંતુ ભાવના અને એકતાના પાવન પળો છે.

આવનારા શ્રદ્ધા અને ઉત્સાહભર્યા દિવસોની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી-વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી, પરંતુ એકતા, ભક્તિ અને સામૂહિક આનંદનો પ્રતીક બની ગયો છે.

27 ઓગસ્ટ, 2025 થી 6 સપ્ટેમ્બર, 2025 સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં વિશાળ પંડાલ, અદભુત શૃંગારિત ગણેશજીની મૂર્તિ અને શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. પ્રભાત આરતી, ભજન-કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તોને એક સાથે જોડતી સામૂહિક પ્રસાદ વિતરણ જેવી પ્રવૃત્તિઓ ભક્તિભાવને નવી ઊંચાઈ પર પહોંચાડશે.

28 ઓગસ્ટ, 2025 થી 5 સપ્ટેમ્બર, 2025 સુધી રામકથા આયોજિત કરવામાં આવશે, જેમાં પૂજ્ય કથાકાર દ્વારા શ્રીરામના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કરાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન-સંધ્યા, આરતી મહોત્સવ અને સામૂહિક પ્રસાદ વિતરણ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન પણ મહોત્સવ દરમિયાન કરવામાં આવ્યું છે.

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.