29મા અદાણી ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક કાર્યક્રમનું આયોજન


અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા કચ્છના ડુમરા સ્થિત જવાહર
નવોદય વિદ્યાલય ખાતે 29મા અદાણી સ્થાપના દિવસની ખાસ ઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક
કાર્યક્રમ (EVP)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50 થી વધુ AGEL કર્મચારીઓએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમના સામૂહિક પ્રયાસોના કારણે પર્યાવરણ, આરોગ્ય, સલામતી અને શિક્ષણ
કેન્દ્રિત પ્રવૃત્તિઓએ સેંકડો વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
આ પ્રસંગે નેચર ક્લાસ- કમ-ઓપન થિયેટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ માટે
અનુભવાત્મક અને પર્યાવરણ-આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા આ એક અનોખી શૈક્ષણિક પહેલ છે.
કેમ્પસની કુદરતી ઇકોસિસ્ટમને વધારતા, સ્વયંસેવકોએ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને અનુકૂળ પક્ષીઓના
માળાઓ લગાવ્યા હતા, જેનાથી જૈવવિવિધતા અને હરિયાળા વાતાવરણને પ્રોત્સાહન મળતુ રહે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી, ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી માટે વ્યાપક તાલીમ આપવામાં
આવી હતી, જેમાં તેમને આવશ્યક, જીવનરક્ષક તાલીમો વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
તમામ 560 વિદ્યાર્થીઓ માટે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબી તપાસ, જરૂરી
દવાઓનું વિતરણ અને જરૂર પડે ત્યાં વધુ સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
શૈક્ષણિક વિકાસને ટેકો આપતા AGEL એ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું, જેથી ખાતરી કરી
શકાય કે તેમની પાસે તેમના અભ્યાસમાં સતત સફળતા માટે જરૂરી સંસાધનો છે.
પ્રાસંગિક ઉદબોધનમાં AGEL ના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ વર્માએ જણાવ્યું હતું કે “AGEL માં વિકાસ અને
સામાજિક જવાબદારી બેઉને પ્રાધાન્ય આપવામાં આવે છે. અમારા કર્મચારીઓ અમારા સૌથી મોટા CSR
પ્રતિનિધિઓ છે અને આજનો કાર્યક્રમ દર્શાવે છે કે અમે યુવા પેઢીને ઘડવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને
એક મજબૂત સમાજ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.” આવી શૈક્ષણિક અને પર્યાવરણીય પહેલો દ્વારા AGEL
દરેક સ્તરે અસરકારક એવા આર્થિક વિકાસને વધારવા સતત પ્રયત્નશીલ છે.
અદાણી ફાઉન્ડેશન વિશે:
અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે.
1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય
ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની
વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે
21 રાજ્યોમાં 7,060 ગામડાઓમાં કાર્યરત છે, જે 9.6 મિલીયન લોકોને સ્પર્શે છે.
માધ્યમોની વિશેષ માહિતી માટે સંપર્ક રોય પૌલ: roy.paul@adani.com