અંજારમાં 18 વર્ષીય યુવતીનો આપઘાત

copy image

અંજારમાં 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના દબડા ચાર રસ્તા નજીક આ ઘટના બની હતી. અહી રહેનાર વર્ષા બાબુ દાફડા નામની યુવતી પોતાના ઘરે હતી તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તેની પાછળનું કારણ જાણવા આગળની વધુ તપાસ આદરી છે.