‘રંગતાળી રાસ બાય શમંતા’ – નવરાત્રિના રંગતાળમાં અમદાવાદ ઝૂમી ઉઠ્યું


શમંતા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં 12 નાઇટ્સ, 11 સ્ટાર્સ અને 1 મિસ્ટરી આર્ટિસ્ટ સાથે અમદાવાદ ગરબાના રંગમાં રંગાઈ ગયું.
શહેરની સૌથી પ્રતિક્ષિત નવરાત્રિ ઉજવણી ‘રંગતાળી રાસ બાય શમંતા’નો ભવ્ય પ્રિ-લૉન્ચ આર્ટિસ્ટ અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. શમંતા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા આયોજિત આ ખાસ સાંજમાં નવરાત્રિના 12 દિવસને રોમાંચક અને યાદગાર બનાવવા માટે પસંદ કરાયેલા પ્રતિભાશાળી કલાકારોની યાદી સૌપ્રથમવાર જાહેર કરવામાં આવી હતી.
કાર્યક્રમની મુખ્ય ખાસિયતોમાં 10 મેજિકલ નાઇટ્સ માટે 10 સેન્સેશનલ પરફોર્મર્સ હતા. આ ઉપરાંત પ્રથમવાર અમદાવાદમાં પરફોર્મ કરનારા કલાકારો તથા સૌને આશ્ચર્યચકિત કરી દે તેવા એક ‘મિસ્ટરી આર્ટિસ્ટ’નો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનું નામ માત્ર આ ઇવેન્ટ દરમિયાન જ જાહેર થયું હતું.
આ અવસરે ઇન્ફ્લુએન્સર્સ અને મીડિયા પ્રતિનિધિઓને ભવ્ય ઉજવણીની પ્રથમ ઝલક જોવા માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગરબાના તાલે, રંગીન પરિધાનમાં અને ઉત્સાહી વાતાવરણમાં આ પ્રિ-લૉન્ચ કાર્યક્રમ નવરાત્રિની મોજનો અનોખો આરંભ બની ગયો હતો.
આ કાર્યક્રમ માટે ડ્રેસ કોડ ટ્રેંડી ટ્રેડિશનલ રાખવામાં આવ્યો હતો. પ્રવેશ માત્ર આમંત્રિતો માટે જ હતો અને આમંત્રણ પર આધારિત હતો.
રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.